Headlines
Loading...
રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

 રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ


ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 15 મીલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮% ઇસી 15 મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ અથવા થાયોડીકાર્બ ૭૫% વેપા 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી 15 મીલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭% એસસી 20 મીલિ અથવા સાયપરમેથ્રીન ૩% ક્વિનાલફોસ ૨૦% ઇસી 12 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮૪૯% ઇમિડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 8 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

એક અભ્યાસ મુજબ જો રીંગણ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રોપેલ હોય તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ત્યાર પછી રોપેલ પાકમાં આ ઇયળથી વધારે નુકસાન થતું હોય છે. હવે તો રીંગણની રોપણી થઇ ગઇ હશે અને આપ આ જીવાતથી થકી નુકસાનને પણ જોઇ રહ્યા હશો. જો ઉપદ્રવ વધુ પડતો રહેતો હોય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.

નુકશાન

ઈયળ પાકની શરૂઆતની અવસ્થાએ મધ્યડૂંખમાં દાખલ થઈ પર્ણદંડ કોરી ખાય છે જેથી ઉપદ્રવીત ડૂંખ ચીમળાયને સુકાય જાય છે. ફૂલ અવસ્થાએ ઈયળ કળી તેમજ ફળને કોરીને નુકશાન કરે છે,પરીણામે કળીઓ ખરી પડે છે. ઈયળ ફળમાં ડીંટાના નીચેના ભાગેથી દાખલ થઈ ફળને અંદરથી કોરીને નુકશાન કરે છે. પડેલા કાણામાં તેની હગાર હોય છે જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. ઇયળનો વિકાસ પુર્ણ થતા ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે જેના લીધે ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.

સારા કહોવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ :

ગામડામાં મોટે ભાગે છણિયા ખાતર્ના ઉકરડા જોવામાં આવે છે. તેમાં 50 % રાડા (કચરુ) હોય છે.આવુ છાણિયુ ખાતર ખેતરમાં નાખવામાં આવે તો ઊધઇનો ઉપદ્રવ થતો હોય છે.સારા કહોવાયેલા છાણિયા ખાતર અને ખોળનો ઉપયોગ કરવાથી ઊધઇનો ઉપદ્રવ નિવારી શકાય છે.

0 Comments: