
અફઘાનિસ્તાનની મસ્જિદમાં તાલિબાન સમર્થકોએ વિસ્ફોટ કર્યો
અફઘાનિસ્તાનની મસ્જિદમાં તાલિબાન સમર્થકોએ વિસ્ફોટ કર્યો
હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે: "મુજીબ રહેમાન અન્સારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકો સાથે, મસ્જિદ તરફ જતા સમયે માર્યા ગયા હતા."
કાબુલ: પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત શહેરની એક મસ્જિદની બહાર શુક્રવારે થયેલા વિસ્ફોટમાં તાલિબાન તરફી એક ઉચ્ચ-પ્રોફાઇલ મૌલવી તેમજ નાગરિકો માર્યા ગયા હતા.
હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે: "મુજીબ રહેમાન અન્સારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકો સાથે, મસ્જિદ તરફ જતા સમયે માર્યા ગયા હતા." જોકે, રસોલીએ વિસ્ફોટમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે જણાવ્યું નથી.
તાલિબાનનું કહેવું છે કે લગભગ એક વર્ષ પહેલા સત્તા સંભાળ્યા પછી તેઓએ દેશમાં સુરક્ષામાં સુધારો કર્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં ઘણા વિસ્ફોટ થયા છે, જેમાંથી કેટલાકમાં નમાજ દરમિયાન વ્યસ્ત મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે.
0 Comments: