
ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતા યુવકને ટ્રેને પાછળથી જોરથી ટક્કર મારી, દર્દનાક અકસ્માત કેમેરામાં કેદ થયો
હૈદરાબાદ: તેલંગાણામાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યો છે. કેમેરામાં કેદ થયેલી આ ભયાનક ઘટનામાં વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. મામલો તેલંગાણાના હનુમાકોંડા જિલ્લાના કાઝીપેટનો છે. આ ઘટના રવિવારે બની હતી. ટ્રેનની ટક્કરમાં ઘાયલ થયેલા કિશોરની ઓળખ અક્ષય રાજ તરીકે થઈ છે અને તે 17 વર્ષનો છે. તે ઈન્ટરમીડિયેટમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય રેલવે ટ્રેકની ખૂબ નજીક જઈ રહ્યો છે. આ દરમિયાન પાછળથી આવતી એક ટ્રેને તેને જોરથી ટક્કર મારી હતી. આ ટક્કર બાદ અક્ષય જમીન પર પડી જાય છે. આ સમગ્ર ઘટના અન્ય કોઈએ કેમેરામાં કેદ કરી લીધી હતી. અકસ્માત બાદ તરત જ અક્ષયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જુવો ડરામણો વિડીયો...
તેલંગાણા ટુડેના અહેવાલ મુજબ, અક્ષયને બાદમાં જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે, જો કે તેને પગમાં અનેક ફ્રેક્ચર અને ચહેરા પર ઈજાઓ થઈ છે.
કાઝીપેટ સરકારી રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષય તેના બે મિત્રો સાથે મોબાઈલ એપ માટે રીલ બનાવી રહ્યો હતો ત્યારે બલ્હારશાહથી વારંગલ જઈ રહેલી ટ્રેને તેને ટક્કર મારી હતી. અક્ષયને તેના મિત્ર અને અન્ય કેટલાક રેલવે કર્મચારીઓએ અકસ્માત પહેલા રેલવે ટ્રેકથી દૂર ઊભા રહેવા માટે પણ કહ્યું હતું. જો કે, વારંવારની ચેતવણી છતાં, તે ટ્રેકની નજીક ચાલતો રહ્યો અને ટ્રેનના એન્જિન સાથે અથડાઈ ગયો.
#Why pic.twitter.com/xFuG0UN2h4
— Vishal Dharm (@VishalDharm1) September 4, 2022
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે રીલ બનાવતી વખતે કે સેલ્ફી લેતી વખતે આવી ઘટના બની હોય. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે. આ પહેલા મે મહિનામાં તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં એક 22 વર્ષીય વ્યક્તિ સેલ્ફી વીડિયો લેવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક વસંત કુમાર તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે રીલ અને વીડિયો બનાવતો હતો અને કેબલ ટીવી ઓપરેટર તરીકે કામ કરતો હતો. એ જ રીતે, જાન્યુઆરી 2018માં હૈદરાબાદના બોરબંદા રેલવે સ્ટેશન પર સેલ્ફી વીડિયો બનાવતી વખતે 25 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
0 Comments: