PM Narendra Modi Birthday: વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ, ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 72 વર્ષના થશે. તેમના જન્મદિવસ પર, વડાપ્રધાન આ દિવસે ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમનું સંબોધન કરશે. સૌથી પહેલા PM શનિવારે જ નામીબિયાથી 8 ચિતાઓના આગમનના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સિવાય પીએમ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સંબોધિત કરશે. શનિવારે જ ભાજપ સેવા અભિયાન પખવાડિયાની શરૂઆત કરશે. તેમના જન્મદિવસ પર, PM 70 વર્ષ પહેલા લુપ્ત જાહેર કરાયેલ ચિત્તાને ભારતમાં લાવવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરશે.
નોંધનીય છે કે નામીબિયાથી આઠ ચિત્તાઓને શનિવારે જ કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવી રહ્યા છે. પીએમ પોતે તેમને રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડશે. આ વિષય પર રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણ પર વાત કરશે.
રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પીએમ મધ્યપ્રદેશમાં સ્વ-સહાય જૂથોના સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ ફરી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITIના વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધશે. આ કાર્યક્રમમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે જ દિવસે સાંજે, પીએમ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ લોન્ચ કરતી વખતે તેમના મંતવ્યો પણ રજૂ કરશે.
ભાજપનું સેવા અભિયાન પખવાડિયું
ભાજપ 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમનો જન્મદિવસ ઉજવશે. પાર્ટીએ તેનું નામ સેવા અભિયાન પખવાડા રાખ્યું છે. આ અંતર્ગત તમામ જિલ્લાઓમાં વિવિધતામાં એકતાની ઉજવણી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ સંચય અભિયાન, વિકલાંગ વ્યક્તિઓમાં સાધન-સામગ્રી વિતરણ, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવશે.
2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ખાદી અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ પણ આ સમયગાળા દરમિયાન યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
0 Comments: