શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. પરંતુ પઠાણની રિલીઝ પહેલા અમદાવાદમાં ફિલ્મના પ્રમોશનને લઈને મોલમાં હોબાળો મચી ગયો છે. બજરંગ દળના કાર્યકરો એ મોલમાં અને થિયેટરમાં હંગામો મચાવ્યો.
અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસેના આલ્ફા વન મોલમાં બજરંગ દળના કાર્યકરો ફિલ્મ પઠાણનો વિરોધ કરી રહ્યા છે. જેમાં તેણે શાહરૂખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.
તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બરે પઠાણ ફિલ્મ બેશરમ રંગનું પહેલું ગીત રિલીઝ થયું હતું. આ ગીતમાં દીપિકા પાદુકોણની કેસરી બિકીનીને લઈને વિવાદ થયો હતો. ઘણી સંસ્થાઓ કહે છે કે કેસરી (ભગવો) રંગ આસ્થાનું પ્રતિક છે. દીપિકા પાદુકોણે કેસરી બિકીની પહેરીને આસ્થાનું અપમાન કર્યું છે. બેશરમ રંગ રિલીઝ થયા બાદથી પઠાણ વિરુદ્ધ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે, તાજેતરમાં સેન્સર બોર્ડે પઠાણ ફિલ્મમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે.
0 Comments: