ગોંડલ બજારમાં બે બોરી જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો, ખેડૂતો પણ રહી ગયા દંગ
Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જીરાના મણે હાઇએસ્ટ 36000 રૂપિયા ભાવ મળતા ખેડૂતો ખુશખુશલ
ગોંડલ માં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 6650 રૂપિયા છે. આ હરાજીમાં 36000 ભાવનો વીડિયો પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા બે બોરીનો ઊંચો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.
રાજકોટ : ગોંડલ (gondal)બજારમાં બે બોરી જીરુનો (Cumin)ભાવ રુ 36000 બોલાતા આશ્ચર્ય સર્જાયું છે. આજે રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા (Record break price)બોલાયો હતો. ફક્ત બે જ બોરી માટે 36000 ભાવ બોલાયો હતો. નોંધનીય છેકે ગોંડલ એપીએમસીના ઇતિહાસમાં પ્રથમવાર આટલો મોટો ભાવ બોલાયો છે. ગોંડલથી આવેલા ખેડૂતની ફકત બે જ બોરીના ઊંચા ભાવ બોલાયા હતા. ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100થી 6650 રૂપિયા છે. આ હરાજીમાં 36000 ભાવનો વીડિયો વોટ્સએપ માં પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા બે બોરીનો ઊંચો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. નવી સીઝનનું બે જ બોરી જીરું આવેલ હોવાથી પણ ભાવ ઊંચો મળ્યો હોવાની વાત છે.
રાજકોટ માં આવેલ નવા જીરા માં વેપારી મિત્રો એ ઇતિહાસ રેકોર્ડ બ્રેડ ભાવ પડ્યો હતો. જેમાં જીરા ના 20 kg ના 36000 હજાર રૂપિયા પાડ્યા હતાં જે એક કિલો ના હિસાબે (1800) રૂપિયા થાય છે. ખેડૂત 2 ગુણી જીરું લઇ ને આવેલ હતાં જેથી કરી ને ખેડૂત માલમ માલ થઇ ગયો હતો. જીરા માં અંદાજિત ખેડૂત ભરતી 65 થી 70kg હોય છે.
આ પ્રમાણે ખેડૂત ને આટલા ઊંચા ભાવ મળવા થી એક જ ગુણી ના લગભગ 117000થી 125000 રૂપિયા મળે છે જો પુષ્કળ પ્રમાણમાં આવકો થશે ત્યારે આવા ભાવ રહેશે તો ખેડૂત મિત્રો બહુ જ અમીર બની જશે. જો બધાજ ખેડૂત પ્રત્યે સારા વિચારો ધરાવે અને બધા જ પ્રકાર ના ખેડૂત પાકો માં આવા ભાવ રાખે ખેડૂત મિત્રો ને બહુ સારી આવક થઈ શકે છે અને બહુ જલદી થી ભરત દેશ માંથી ગરીબી ની સમસ્યા ખતમ થઇ શકે છે.
0 Comments: