
સરકાર આ પાકોની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો માટે સારા સમાચાર જોઈલો ભાવ અને ઓનલાઈન નોંધણી કરાઓ
ગુજરાત માં પેહલા વાર ઘઉં ની સાથે બાજરી અને જુવાર ની ટેકા ના ભાવે ખરીદી કરશે, મંત્રી ઋષિકેશભાઇ પટેલએ જણાવ્યું કે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ થી 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ગુજરાતમાં ખેડૂતોને સારા ભાવ મળી રહે એટલે રવિ માર્કેટિંગ સીજન માં ઘઉં બાજરી અને જુવાર રાગિની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે નિર્ણય કર્યો છે, રાજ્ય માં ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી તા 01-03-2023 થી એક મહિના માટે પ્રારંભ થશે, જે આગામી 1/04/2023 થી 15/06/2023 સુધી રાજ્યમાં ૨૩૭ કેન્દ્રો ગોડાઉન પર ખરીદી થશે
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાથે સમગ્ર વિશ્વ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ' તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે તેના ઉપલક્ષમાં ગુજરાતમાં પેહલી વખત ઘઉંની સાથે ઉનાળુ બાજરી, અને જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, આ વિશે ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ કેબિનેટ બેઠક પછી માહિતી આપી હતી. જેમાં એમણે કહ્યું કે ખાતેદારના આધારકાર્ડ સાથેના 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ ખરીદ કરવામાં આવશે.
237 ખરીદ કેન્દ્રો- ગોડાઉનથી ટેકાના ભાવે ખરીદી કરાશે
સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવથી વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ભાઈ ઓ ઓનલાઈન નોંધણી કરાવી શકે છે, ખેડૂત એ નોંધણી કરાવવી ફરજિયાત છે, જે નોંધણી તા 01/03/2023 થી 31/03/2023 સુધી કરવી શકે છે, નોંધણી FPP પોર્ટલ પર કરવાની રહેશે, જે ખરીદી 1 April થી 15 june રહશે, જેનો વધારે માં વધારે લાભ લેવા ખેડૂતો મિત્રો ને કૃષિ મંત્રી એ જણાવ્યું હતું,
વધુમાં ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ( VCE ) મારફતે અને તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે Online Registration કરાવી શકાશે,
ખેડૂતોએ નોંધણી માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?
- આધારકાર્ડની નકલ,
- ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની તાજેતરની નકલ,
- ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો
- ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- અથવા કેન્સલ કરેલ ચેકની ઝેરોક્ષ આધાર તરીકે રજૂ કરવી પડશે
ઘઉની પ્રતિ મણ ના ટેકાના શું ભાવ થી ખરીદી કરશે
આ વર્ષે ગુજરાતમાં ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ (૧૦૦kg) રૂ. 2125ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ (૨૦kg) રૂ.425/- ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવવાની છે, બાજરીની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 2350ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 470/- ના ટેકાના ભાવે ખરીદી થશે
જુવાર ની પ્રતિ ક્વિન્ટલ, (૧૦૦kg) રૂ. 2970ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ.594 જુવાર ની પ્રતિ ક્વિન્ટલ, રૂ. 2990ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 598/- તેમજ રાગીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 3578ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 715.60/-ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ વર્ષે ટેકાના ભાવે બે લાખ મેટ્રિક ટન અને ઘઉં, 50,000 મેટ્રિક ટન બાજરી, 4000 મેટ્રિક.ટન જુવાર અને જુવાર અને 1,000 મેટ્રિક.ટન રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્યણ નક્કી કરવામાં આવ્યો હોવાનું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.
0 Comments: