Headlines
Loading...
આવકો ઓછી થતા કપાસમાં ઘટ્યા ભાવથી સુધારો

આવકો ઓછી થતા કપાસમાં ઘટ્યા ભાવથી સુધારો

 

આવકો ઓછી થતા કપાસમાં ઘટ્યા ભાવથી સુધારો

સપ્તાહના છેલ્લા બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારના દિવસે ગુજરાતના મુખ્ય યાર્ડોમાં કપાસની આવકો પ્રમાણમાં ઘટી છે. આથી ભાવમાં નીચેના સ્તરેથી પ્રતિ મણ રૂ.20 સુધીનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતના યાર્ડોમાં સરેરાશ રૂ.1400થી રૂ.1500 સપાટીની વચ્ચે કપાસના વેપાર થઇ રહ્યા છે. રૂ ગાંસડીના ભાવમાં રૂ.500ના વધારા સાથે ખાંડીએ રૂ.57 હજારની સપાટી જોવા મળી છે.

આ સપ્તાહની શરૂઆત થઇ ત્યારે બોટાદ યાર્ડમાં દૈનિક 45 હજાર મણ કપાસની આવક નોંધાઇ હતી. જોકે, છેલ્લા બે દિવસથી બોટાદ યાર્ડમાં દૈનિક 35થી 40 હજાર મણ કપાસની આવકો થઇ રહી છે. હવે સોમવારે આવકોનું જોર કેવુ રહે છે એ પરિબળ મહત્વનું બની રહેશે.

0 Comments: