બિલ સાથે જ બિયારણની ખરીદી કરવી: રાઘવજીભાઇ પટેલ
ચોમાસુ સિઝન માટે બિયારણની ખરીદીની સિઝન હાલ ચાલી રહી છે. ખેડૂતોએ બિલ સાથેના બિયારણની જ ખરીદી કરવી જોઇએ એવી અપીલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે કરી છે. ખેડૂત સાથે છેતરપિંડી કરનારા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે તેમ મંત્રીએ જણાવ્યુ હતું. જો કે સાથે જ કૃષિપ્રધાને ખેડૂતોને સાવધાની રાખવા અપીલ કરતાં કહ્યું કે, ખેડૂતો બિલથી જ ખરીદી કરે તો ગેરકાયદેસર બિયારણનું નેટવર્ક ઝડપથી તુટી જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત સહિત દેશભરમાં ગેરકાયદેસર રીતે ફોર-જી બીટી કપાસ બિયારણનું વેચાણ વધ્યુ છે. થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં ગેરકાયદેસર બીટી કપાસ બિયારણનું મોટુ કૌભાંડ ઝડપાયુ છે. ગુજરાતમાં ખેડૂતો બિલ વગરના ફોર-જી બિયારણની ખરીદી કરી રહ્યા હોવાની સંભાવના વધી છે.
0 Comments: