Headlines
Loading...
આજે ઉંઝા APMC ખાતે વેપારી મિત્રો ના પ્રશ્ન ને લઈ ને સજડ બંધ , ઉંઝા APMC ના નવા ગંજ બજારના 133 મકાનો ને લઇ ને મુદ્દો.

આજે ઉંઝા APMC ખાતે વેપારી મિત્રો ના પ્રશ્ન ને લઈ ને સજડ બંધ , ઉંઝા APMC ના નવા ગંજ બજારના 133 મકાનો ને લઇ ને મુદ્દો.

આજે ઉંઝા APMC ખાતે વેપારી મિત્રો ના પ્રશ્ન ને લઈ ને સજડ બંધ , ઉંઝા APMC ના નવા ગંજ બજારના 133 મકાનો ને લઇ ને મુદ્દો.

 આજે ઉંઝા APMC ખાતે વેપારી મિત્રો ના પ્રશ્ન ને લઈ ને સજડ બંધ પાળવા માં આવ્યું હતું. આજ રોજ ઊંઝા ગંજ બજારના તમામ વેપારી મિત્રો એ પોતાનો રોજગાર બંધ કરી બંધ નું પાલન કર્યું હતું


ઊંઝા ગંજ બજાર માં આવેલા નવીન ગંજ બજાર માં 133 મકાનો જે વેપારી ઓ ના માલિકી ના હોવા છતાં હજુયે APMC ના નામે હોવાથી તે મકાનો માલિકો ના નામે થાય એ હેતુ થી આજ રોજ ગંજ બજાર સજડ બંધ રાખવા માં આવ્યું છે.

APMC ના સાહેબ શ્રી ને થોડા દિવસો પહેલા આવેદન પત્ર આપેલું હતું પરંતુ એ પત્ર નું કોઈ સોલ્યુશન ન આવતા વેપારી મિત્રો એ પોતાના રોજગાર બંધ કરી ને તમામ વેપારી મિત્રો ને સમર્થન આપ્યું હતું


આજ રોજ સજડ બંધ કરી ને મીડિયા મિત્રો ના મળેલા સ્પોટ થી આજ APMC ટાવર આગળ એક મિટિંગ નું આયોજન પણ કરેલ હતું જેમાં ઊંઝા ના ધારાસભ્ય શ્રી કિરીભાઇ સાહેબ, APMC ના વાઇસ ચેરમેન અરવિંદ ભાઇ સાહેબ, APMC ના હોદેદારો, ઊંઝા ગંજ બજારના તમામ વેપારી મિત્રો તથા કર્મચારી ઓ હાજર રહ્યાં હતાં

આ મીટિંગ માં APMC ના નવા ગંજ બજાર ના 133 મકાનો  વેપારી મિત્રો ના માલિકી ના નામે ચડે તથા આ મામલે કોઇ પણ પણ મામલો ઊભો ન થાય એ માટે ની ચર્ચા કરવા માં આવી હતી. આ મીટિંગ માં APMC ના વાઇસ ચેરમેન શ્રી અરવિંદ ભાઈ તથા ઘણા બધા વેપારી મિત્રો એ પોતપોતાના વક્તવ્ય આપ્યા હતાં, સાહેબ શ્રી કનું ભાઈ પટેલ સાહેબે પણ સારું એવું વકતવ્ય આપ્યું હતું.


APMC માં મળેલ મિટિંગ માં જાણવા મળ્યું કે જો આ નવા ગંજ બજાર ના 133 મકાનો નો સુખદ ઉકેલ નહિ આવે તો આવતી કાલે પણ ગંજ બજાર સજડ બંધ રહેશે તથા  તારીખ 27/07/2023 ના સવારે 9 કલાકે રામધૂન તથા મહા પ્રસાદ નો પણ આયોજન કરેલ છે.

ઊંઝા APMC લાખો લોકો ના ભરણપોષણ નું કામ કરે છે. જ્યાં સુધી નવા ગંજ બજાર ના મકાનો નો સચોટ પણે ઉકેલ નહિ આવે ત્યાં સુધી ઊંઝા APMC માં કામ કરતા હજારો લોકો ને બેરોજગારી નો સામનો કરવો પડશે,


મળેલ માહિતી મુજબ આવતી કાલે સરકાર શ્રી ની ટીમ રજીટ્સન  સર્વ માટે આવવા ના છે અને આ મામલે સંપૂર્ણ માહિતી મેળવશે.

આ મળેલ મિટિંગ માં ઊંઝા APMC ના સેક્રેટરી શ્રી વિષ્ણુ ભાઈ એ પણ વેપારી મિત્રો ને આશ્વાસન આપતા કહ્યું હતું કે અમે તમારી સાથે જ છીએ. તમારી કોઈ પણ મુશ્કેલી માં તમને સાથ અને સહકાર આપીશું.

વેપારી મીત્રો ને સમર્થન આપતા ધારાસભ્ય શ્રી કિરીટ ભાઈ

મળેલ માહિતી મુજબ નવા ગંજ બજાર ના 133 મકાનો નો મુદ્દો રાજકારણ જોડાયેલું છે. 


મિટિંગ ના અંતે ઊંઝા ના ધારાસભ્ય શ્રી કિરીટ ભાઈ પટેલે વેપારી મિત્રો ને સારો એવો વકતવ્ય આપ્યો. તેમણે જણાવ્યું હતું કે આ મામલા નો સુખદ ઉકેલ આવે.કિરીટ ભાઈ પટેલ ના જણાવ્યા મુજબ આમાં કોઈ રાજકારણી વેર ન રાખતા તમામ ને સાથે લઈ ને ચાલવું જોઈએ. તથા આપડું માર્કેટ યા્ડમાં એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે,. માટે આપણી માર્કેટ યાડ ની કોઈ પ્રતિષ્ઠા ખરાબ ન થાય એવું સાથે મળી આપડે આપણું કામ કરીએ.

1 comment