ગુજરાત માં વરસાદ
ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદના લીધે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે
ભારે વરસાદથી 180 રસ્તાઓ કરાયા બંધ રાજ્યમાં મેઘ તાંડવ સર્જાયો છે. જેના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે, ત્યારે ભારે વરસાદથી રાજ્યના 180 રસ્તા અને બે નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 15 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 144 રસ્તા પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જોકે, રસ્તા પર વરસાદી અને નર્મદા નદીના પાણી ભરાઈ જતા પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર કામે લાગ્યું છે. પરંતુ ટ્રાફિકની પરિસ્થિતિમાં અનેક મુસાફરો અટવાઈ ગયા છે.
ગુજરાતના બનાસકાંઠા વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા થઈ દૂર
ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. તલોદ અને પ્રાંતિજમાં સારો વરસાદ થયો છે. છેલ્લા 48 કલાકમાં તલોદમાં 8 અને પ્રાંતિજમાં 7 ઈંચ વરસાદ થયો છે. સાબરકાંઠા જિલ્લાના વાત્રક ડેમ 58 ટકા ભરાયો છે. ધરોઈ ડેમ 92 ટકા, મેશ્વો ડેમ 48 ટકા, હાથમતી જળાશય 47 ટકા, માઝમ ડેમ 36 ટકા અને ગુહાઈ ડેમ 51 ટકા ભરાયો છે. હિંમતનગરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
4 કલાકમાં 7 ઇંચ વરસાદ, જનજીવન ઠપ્પ
મેંદરડામાં 5 ઇંચ વરસાદ થયો
જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજા મહેરબાન થયા છે. વિસાવદરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે વિસાવદરમાં જળબંબાકારની છે. ઓઝત - 2 ડેમના આઠ દરવાજા 4 ફૂટ ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. માણાવદર, કેશોદ, માંગરોળ અને વંથલી તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી જનજીવન ઠપ્પ થયું છે.
0 Comments: