જીરાના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.500 સુધીનો વધારો જોવા મળ્યો છે
ઉપરની તસવીર ઉંઝા માર્કેટયાર્ડની છે, આ વખતે અત્યાર સુધીમાં ત્રણેક વખત નવા જીરાનું મહૂર્ત ઉંઝા માર્કેટયાર્ડની અલગ અલગ પેઢીઓમાં થઈ ચુક્યુ છે. નવી સિઝન સારી રહે એવી આશા સાથે તેમજ મહૂર્તનો માલ લઇને આવેલ ખેડૂતને સારા ભાવ મળે એ હેતુ સાથે કુમકુમ સ્વસ્તિક, પુષ્પ અને ધુપબત્તી સાથે વિધિવત મહૂર્તની હારાજી કરવામાં આવે છે. નવા જીરાની પૂરજોશમાં નિયમિત રીતે આવક હજુ બે સપ્તાહ પછી જ શરૂ થશે.
અમારા વોટ્સએપ ગ્રૂપ માં જોડાવો
વાવેતરની સિઝન શરૂ થયા બાદ જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે અને ઉંચી સપાટીની અડધા ભાવ થઈ ગયા છે. જોકે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.500 સુધીનો વધારો જોવા મળ્યો છે. હાલ સરેરાશ રૂ.4700થી રૂ.6000ની સપાટીની વચ્ચે જીરામાં વેપાર થઈ રહ્યો છે.
ઉંઝા માર્કેટયાર્ડમાં દૈનિક સરેરાશ ચારથી પાંચ હજાર બોરીની વેચવાલી છે. બહારથી આવતા જીરાની આવક ઓછી છે પણ યાર્ડમાંથી વેપારીઓની વેચવાલી પ્રમાણમાં વધારે છે.
0 Comments: