જીરાના પાકમાં ચરમીના રોગનું સચોટ નિયંત્રણ કાળીયો અથવા ચરમીની ઓળખ
કાળીયો અથવા ચરમીની ઓળખ :-
• પાક જયારે 30 થી 35 દિવસનો થાય એટલે આ રોગ જોવા મળે છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે. જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જેવા મળે છે.
• રોગપ્રેરક ફુગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબ જ સક્રીય બની ઝડપથી ફેલાવા લાગે છે અને અંતે આખા છોડ કાળા પડી ને સુકાઇ જાય છે. તેથી તેને કાળીયો રોગ પણ કહે છે.
• રોગીષ્ટ છોડ પર કુલ બેસતા નથી અને જે દાણા બેસે તો પણ તે ચીમળાયેલા અને વજનમાં હળવા હોય છે.
કાળીયો અથવા ચરમી આવવાના કારણ :-
• એકમ વિસ્તારમાં છોડની વધુ પડતી સંખ્યા .
• કમોસમી વરસાદ.
• વાદળછાયું વાતાવરણ.
• કયારામાં વધુ પડતો પાણીનો ભરાવો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નિયંત્રણ
• લાંબાગાળાના પાકની ફેરબદલી કરવી.
• રોગમુક્ત બીયારણની વાવણી માટે પસંદગી કરવી.
• 15 થી 25 ઓકટોબર વચ્ચે વાવણી કરવી.
• પુંખીને વાવેતર કરવાની જગ્યાએ 30 સે.મી.ના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આાંતર ખેડ કરવી.
• ક્યારા ખૂબ જ નાના ને સમતલ બનાવવા જેમાં હલકુ પિયત આપવું.
• વાદળછાયા વાતાવરણમાં પિયત આપવાનું ખાસ ટાળવું.
• નાઇટ્રોજનયુક્ત ખાતર ભલામણ મુજબ જ આપવું.
• ઘઉં, રજકો અને રાયડા જેવા વધુ પાણીની જરૂરીયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું ના જોઈએ
• રોગ આવવાની રાહ જોયા વિના, પાક જયારે 30 થી 35 દિવસનો થાય ત્યારે પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ પ્રતિ પંપ સાથે પાકના જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. ત્યારબાદ 10 દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવા
0 Comments: