Headlines
Loading...
ઉંઝામાં નવા જીરાનું મહુર્ત: વાવેતર સાડા બાર લાખ હેક્ટર

ઉંઝામાં નવા જીરાનું મહુર્ત: વાવેતર સાડા બાર લાખ હેક્ટર

 
ઉંઝામાં નવા જીરાનું મહુર્ત: વાવેતર સાડા બાર લાખ હેક્ટર

ઉંઝામાં નવા જીરાનું મહુર્ત: વાવેતર સાડા બાર લાખ હેક્ટર

ઉપરની તસવીર ઉંઝા માર્કેટયાર્ડની છે, ઉંઝા માર્કેટયાર્ડમાં તા.16 જાન્યુઆરીના દિવસે નવા જીરાની આવકનું મહુર્ત થયુ છે. મંગળવારે સવારે આ લખાય છે ત્યા સુધી હરાજી થઇ ન હોવાથી મહુર્તના ભાવ હજુ પડ્યા નથી. સામાન્ય બજારની વાત કરીએ તો હાલ સરેરાશ રૂ.5000 થી રૂ.6000 ની સપાટીની વચ્ચે જીરાના ભાવ બોલાઇ રહ્યા છે. નવુ વાવેતર વધ્યુ હોવાથી બજારમાં લેવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે.

જાહેર થયેલા તાજા આંકડાઓ પ્રમાણે રાજસ્થાનમાં હાલની સ્થિતિએ 690510 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ છે અને આપણા ગુજરાતમાં 561306 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ છે. આમ, ગુજરાત અને રાજસ્થાનનું થઇને કુલ સાડા બાર લાખ હેક્ટરથી વધુ જમીનમાં જીરાનું વાવેતર થયુ છે. ગુજરાતમાં ગત સિઝનની સરખામણીએ જીરાનું વાવેતર બમણુ થયુ છે અને રાજસ્થાનમાં અંદાજે 30 ટકા સુધી વધ્યુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સમગ્ર દેશમાં જીરાનું વાવેતર દોઢ ગણુ વધ્યુ હોવાનો અંદાજ છે.

ગુજરાતમાં સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, મોરબી,

કચ્છ, બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં જીરાનું

વાવેતર વધારે નોંધાયુ છે. સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ

ગત સિઝનમાં ધાણાનું વાવેતર કર્યુ હતુ એ

ખેડૂતોએ આ સિઝનમાં જીરાનું વાવેતર કર્યુ છે.

જોકે, જીરાની વાવેતરની સિઝન હતી ત્યારે

જીરાના જે ભાવ હતા એની સરખામણીએ હાલ

અડધા ભાવ થઈ ગયા છે.

પરેશ ભાઈ ચૌધરી A-13


0 Comments: