Headlines
Loading...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ, તેમના પગમાં ગોળી વાગી, ખતરાની બહાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ, તેમના પગમાં ગોળી વાગી, ખતરાની બહાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ, તેમના પગમાં ગોળી વાગી, ખતરાની બહાર


  • પીટીઆઈના નેતા ઈમરાન ઈસ્માઈલે કહ્યું છે કે પાર્ટી ચીફના પગમાં ત્રણથી ચાર ગોળી વાગી છે.
  •  પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
  • આ ફાયરિંગમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઉપરાંત પીટીઆઈના ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયા છે.

ઈસ્લામાબાદ: પાકિસ્તાન મીડિયાના અહેવાલો અનુસાર, વજીરાબાદમાં ઝફર અલી ખાન ચોક નજીક પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર નજીક ફાયરિંગ થયું હતું.

પાકિસ્તાનના એઆરવાય ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરાન ખાનને ગોળી વાગી હોવાના અહેવાલ છે.  પીટીઆઈના નેતા ઈમરાન ઈસ્માઈલે કહ્યું છે કે પાર્ટી ચીફના પગમાં ત્રણથી ચાર ગોળી વાગી છે.

 

પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પુષ્ટિ કરી છે કે આજે (ગુરુવારે) વજીરાબાદમાં લોંગ માર્ચ દરમિયાન ઈમરાન ખાનને "લક્ષિત હુમલા"માં પગમાં ગોળી વાગી હતી.  આ ફાયરિંગમાં ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયો છે.  ઘટના બાદ તરત જ ઈમરાન ખાનને કન્ટેનરમાંથી બુલેટપ્રૂફ વાહનમાં ખસેડવામાં આવ્યો હતો.

પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું કે બદમાશોએ ઈમરાન ખાન પર એકે-47થી ફાયરિંગ કર્યું.  તેણે કહ્યું કે તે "લક્ષિત હુમલો" હતો.  પૂર્વ મંત્રી અસદ ઉમરના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાનને લાહોર લઈ જવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે.

પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું કે પ્રમુખ ઈમરાન ખાન પરના કાયરતાપૂર્ણ હુમલાના વિરોધમાં લિબર્ટી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.  પીટીઆઈ લાહોરના પ્રમુખ શેખ ઈમ્તિયાઝ મહમૂદે કહ્યું કે તમામ કાર્યકરો અને લોકોએ તરત જ લિબર્ટી ચોક પહોંચવું જોઈએ.

 જિયો ન્યૂઝ અનુસાર વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પરના હુમલાની નિંદા કરી છે અને ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહને પાકિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક અને પંજાબના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગવાનો આદેશ આપ્યો છે.

0 Comments: