Headlines
Loading...
ચોમાસાની ગતિ ધીમી પડી: ગુજરાતમાં વાતાવરણ પલટાયુ

ચોમાસાની ગતિ ધીમી પડી: ગુજરાતમાં વાતાવરણ પલટાયુ

ચોમાસાની ગતિ ધીમી પડી: ગુજરાતમાં વાતાવરણ પલટાયુ


ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન સાથે વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો છે. હજુ ત્રણેક દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સ્થિતિ રહે એવી સંભાવના હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યકત થઇ છે. રાજસ્થાન રાજ્યમાં વાવાઝોડાના કારણે 12 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

ચોમાસાની ગતિ છેલ્લા થોડા દિવસોથી ધીમી પડી છે. ગત તા.19 મેના રોજ ચોમાસુ આંદમાન-નિકોબારના દક્ષિણ ભાગમાં પહોંચ્યુ હતુ. જોકે, આ બાદ ગતિ ધીમી પડી છે એવુ ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે. કેરળના દરિયા કિનારે આ વખેત ચોમાસાનું આગામન થોડુ મોડુ થશે એવી પણ સંભાવના વ્યકત થઇ છે. ચોમાસા ઉપર અલનીનો પરિસ્થિતિની વ્યપક પ્રતિકુળ અસર નહીં થાય એવો આશાવાદ હવામાન વિભાગે વ્યકત કર્યો છે. જોકે, ખાનગી હવામાન એજન્સીઓ કઇક જુદો જ મત વ્યકત કરી રહી છે.

0 Comments: