Headlines
Loading...
Biporjoy વાવાઝોડામાં ભય અંગે મોટું અપડેટ, હવામાન વિભાગે વ્યક્ત કરી આ શક્યતા, એલર્ટ જારી

Biporjoy વાવાઝોડામાં ભય અંગે મોટું અપડેટ, હવામાન વિભાગે વ્યક્ત કરી આ શક્યતા, એલર્ટ જારી

Biporjoy વાવાઝોડામાં ભય અંગે મોટું અપડેટ, હવામાન વિભાગે વ્યક્ત કરી આ શક્યતા, એલર્ટ જારી


ગુજરાતના દરિયાકાંઠે વધુ એક તોફાનનો ખતરો ઉભો થયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન બિપોરજોયને લઈને વહીવટીતંત્રે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. 

વાવાઝોડામાં 170 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 

બંદરો પર ચેતવણી ચિહ્નો મુકવામાં આવ્યા છે. સાથે જ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં ચક્રવાતનો ખતરો ટળવાની સંભાવના છે, પરંતુ તેજ પવન સાથે વરસાદ ચોક્કસપણે પડશે. મળતી માહિતી મુજબ આ વાવાઝોડું પોરબંદરથી 965 કિમી દૂર છે. બાંગ્લાદેશે આ ચક્રવાતને 'બિપોરજોય' નામ આપ્યું છે. જેનો અર્થ 'આપત્તિ' થાય છે.

સુરતના દરિયાકાંઠાને અડીને આવેલા 45 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને NDRF ટીમ સાથે સંકલન પણ કરવામાં આવ્યું છે. ચક્રવાતની સ્થિતિમાં, NDRFની ટીમ પણ ગામડાના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે સજ્જ છે. આ ઉપરાંત બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને પણ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. દરિયા અને શહેરમાં પણ પવનની ઝડપ વધી રહી છે.

શું કહે છે હવામાન વિભાગ?

જો કે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન હજુ પણ મોજુદ છે જે હાલ સ્થિર છે. જેના કારણે અત્યાર સુધી ગુજરાતમાં ચક્રવાતનો ખતરો ઓછો થયો છે. પરંતુ ચક્રવાતની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ ચોક્કસપણે પડશે. વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય દિશામાં ફેલાઈ ગયું છે તે સત્તાવાર રીતે બીજા દિવસે નક્કી કરવામાં આવશે.

0 Comments: